New Update
/connect-gujarat/media/media_files/2025/06/30/img-20250630-wa0128-2025-06-30-21-04-45.jpg)
અંકલેશ્વર RPF અંકલેશ્વર દ્વારા જન જાગૃતિ અભિયાનનું આયોજન શ્રીજી વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં પૉસ્ટ કમાન્ડર હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર રાઠોડ તથા તેમના સ્ટાફે શાળાના ટ્રસ્ટી અજિત મિશ્રા, આચાર્ય આશિષ પટેલ અને શાળાના 12 શિક્ષકોના સહયોગથી સફળ સંચાલન કર્યું હતું.
આ જનજાગૃતિ અભિયાન અંતર્ગત ધોરણ ૬ થી ૧૨ સુધીના અંદાજિત ૪૦૦ વિદ્યાર્થીઓને રેલ્વે સુરક્ષા તેમજ સમાજમાં પેદા થતી ગંભીર સમસ્યાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. બાળકોને ખાસ કરીને માનવ તસ્કરી, બાળ તસ્કરી, ઝેરી પદાર્થો, ટ્રેસપાસિંગ, પથ્થરમારો, ACP વિશે તથા રેલ્વે મિલકત સાથે સંબંધિત ગુનાઓ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવી કે રેલવે લાઇન ક્રોસ ન કરે.અજાણ્યા મુસાફરો પાસેથી કોઈપણ ખાદ્ય વસ્તુ ન લે.બિનજરૂરી ચેઈન પુલિંગ ન કરે