અંકલેશ્વર: ગ્રામ્ય પોલીસે દેશી દારૂના મોટા જથ્થા સાથે કારચાલકની કરી ધરપકડ, રૂ.3.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

અંકલેશ્વર રૂરલ પોલીસની ટીમ રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન પોલીસે બાતમી મેળવી હતી કે સફેદ કલરની  કારમાં દેશી દારૂ ભરીને નેશનલ હાઇવે નં. 48 મારફતે અંકલેશ્વરથી સુરત તરફ જવાનો છે.

New Update
  • અંકલેશ્વર ગ્રામ્ય પોલીસને મળી સફળતા

  • દેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો

  • રૂ.3.34 લાખનો મુદ્દામાલ જપ્ત

  • કાર ચાલકની કરવામાં આવી ધરપકડ

  • સુરત લઇ જવાતો હતો દારૂ

અંકલેશ્વર રૂરલ પોલીસે દેશી દારૂ સાથે આરોપીની ધરપકડ કરી રૂ.3.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
અંકલેશ્વર રૂરલ પોલીસની ટીમ રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન પોલીસે બાતમી મેળવી હતી કે સફેદ કલરની કારમાં દેશી દારૂ ભરીને નેશનલ હાઇવે નં. 48 મારફતે અંકલેશ્વરથી સુરત તરફ જવાનો છે. બાતમીના આધારે પોલીસે હાઇવે પર વોચ ગોઠવી કડક ચેકિંગ શરૂ કર્યું હતું.જેમાં થોડી જ વારમાં સંદિગ્ધ સ્વીફ્ટ કાર નંબર GJ-5-J-2358 આવતા જ તેને રોકી તપાસ કરતાં ગાડીમાંથી દેશી દારૂના 288 બમ્પર મળી આવ્યા હતા. કુલ 648 લિટર દારૂ મળ્યો હતો.પોલીસે રૂ.1.29 લાખનો દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આરોપી અમૃત દલસુખ વસાવા કારમાં સુરત ખાતેના કૌશિક લાલુ પટેલ સુધી આ દારૂ પહોંચાડવા જતો હોવાની વિગતો બહાર આવી હતી.પોલીસે અમૃત વસાવાની ધરપકડ કરી છે, જ્યારે સુરતના કૌશિક લાલુ પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.આ કેસમાં જપ્ત કરાયેલ વાહન, દારૂ સહિત કુલ રૂ. 3,34,600 નો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Latest Stories