New Update
-
અંકલેશ્વરની UPL યુનિવર્સીટી દ્વારા આયોજન
-
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીનો સહયોગ સાંપડ્યો
-
વિજ્ઞાન- ગણિત વિષય પર સેમિનાર યોજાયો
-
જિલ્લાના 300 જેટલા શિક્ષકોએ લીધો ભાગ
-
શિક્ષણને રસપ્રદ બનાવવા અપાયું માર્ગદર્શન
યુપીએલ યુનિવર્સિટી અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા વિજ્ઞાન અને ગણિત વિષય પર ચિંતન અને મંથન વિશે સેમિનાર યોજાયો
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ભરૂચ જિલ્લાની શાળાના શિક્ષકો માટે વિજ્ઞાન અને ગણિત વિષય પર એકદિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલ, યુપીએલ યુનિવર્સિટીના પ્રમુખ અશોક પંજવાણી, એઆરઈએસ સચિવ અંગીરસ શુક્લા અને પ્રોવોસ્ટ ડૉ. શ્રીકાંત જે.વાઘ, પ્રોફેસર કમલનયન જોશીપુરા તેમજ અને ભરૂચ જિલ્લાની વિવિધ શાળાઓના ૩૦૦ જેટલા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.આ સેમીનારમાં શાળાના શિક્ષકોને શિક્ષણને રસપ્રદ બનાવવા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
Latest Stories