New Update
-
પ્રેમની કોઈ સીમા નથી હોતી
-
અંકલેશ્વરમાં અનોખા લગ્ન યોજાયા
-
સ્થાનિક યુવાન ફિલિપાઈન્સની યુવતીને પરણ્યો
-
સોશ્યલ મીડિયા પર થયો હતો પ્રેમ
-
ભારતીય સંસ્કૃતિ અનુસાર કર્યા લગ્ન
કહેવાય છે કે પ્રેમને કોઈ સીમા હોતી નથી,પ્રેમનો આવો જ એક કિસ્સો અંકલેશ્વરમાં જોવા મળ્યો છે. અહીં અનોખા લગ્ન થયા છે. રસપ્રદ વાત એ છે કે આ લવસ્ટોરીમાં ફિલિપાઇન્સની એક યુવતી અંકલેશ્વરના યુવક સાથે લગ્ન કરવા ભારત આવી હતી.
અંકલેશ્વરના સામાન્ય પરિવારના યુવાન પિન્ટુ પ્રસાદની નજર સોશિયલ મીડિયા સર્ફિંગ દરમિયાન એક વિદેશી યુવતી પર ઠરી હતી.સુંદર દેખાવડી યુવતીને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતા તે એક્સેપટ થઇ હતી. આ યુવતી પિન્ટુના દિલમાં ઘર કરી ગઈ હતી.બંનેની ઓનલાઇન વાતચીત શરૂ થઇ હતી અને મિત્રતા ક્યારે પ્રેમમાં પરિવર્તિત થઇ ગઈ તેની બન્નેને ખબર જ ન પડી. આખરે બંનેએ એક થવાનું નક્કી કર્યું પણ દેશના સીમાડાઓ આડે આવ્યા હતા.અલગ સંસ્કૃતિ અલગ દેશ અને અપરિચિત લોકોના કારણે પ્રસાદ પરિવાર પુત્રના પ્રેમને સ્વીકારવામાં ખચકાટ અનુભવતું હતું. બે વર્ષની જહેમત બાદ પિન્ટુ તેની પ્રેમિકા LIMBAJANE MAGDAOને પત્ની તરીકે સ્થાન અપાવવા સફળ થયો હતો અને પ્રેમિકાને લેવા ફિલિપાઇન્સ પહોંચ્યો હતો.
લીગીલ પ્રોસેસ માટે ફિલિપાઇન્સમાં પિન્ટુ અને LIMBAJANE MAGDAOએ લગ્ન કર્યા બાદ બન્ને ભારત આવ્યા હતા અને અંકલેશ્વરમાં ભારતીય સંસ્કૃતી અનુસાર બંને લગ્ન ગ્રંથીથી જોડાયા છે. વિદેશમાં ઉછરેલી આ યુવતીને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખુબજ લગાવ છે જેણે ભારતીય રસોઈ થી લઈ સંસ્કૃતિ સુધી તમામ રિવાજ અપનાવી લીધા છે.
ઉલ્લેખનીય છે કે પ્રેમને કોઈ સીમાડા નડતા નથી ત્યારે આવો જ આ કિસ્સો સામે આવ્યો છે જેમાં વિદેશી યુવતી સાત સમુંદર પાર કરીને ભારત આવી હતી અને હિંદુ રીત રીવાજ મુજબ લગ્નના તાંતણે બંધાય હતી