New Update
રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલના પ્રયાસો
પાઉંભાજીની લારી ચલાવતા પિતાની પુત્રીને હતું કેન્સર
ઇશ્વરસિંહ પટેલના પ્રયાસોથી કરાય સફળ સર્જરી
દીકરીને નવજીવન મળ્યું
પરિવારજનોએ ઇશ્વરસિંહ પટેલનો આભાર વ્યક્ત કર્યો
અંકલેશ્વરના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલના પ્રયાસોથી પાઉંભાજીની લારી ચલાવતા પિતાની પુત્રીએ કેન્સર સામે જિંદગીનો જંગ જીતવામાં સફળતા હાંસલ કરી છે.
અંકલેશ્વર વિસ્તારમાં એક ગરીબ પરિવારની 14 વર્ષીય બાળકી માટે રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલ આશીર્વાદરૂપ બન્યા છે. અંકલેશ્વરમાં ONGC કોલોની નજીક પાઉંભાજીની લારી ચલાવતા કમલેશ સોમૈયાની એકની એક દીકરી સાક્ષી વારંવાર બીમાર પડતા તેઓએ અંકલેશ્વરના સ્થાનિક તબીબો પાસે સારવાર કરાવી હતી જો કે બાળકીને બોન કેન્સર-હાડકાનું કેન્સર હોવાનું નિદાન થયું હતું. ગંભીર અને ખર્ચાળ સારવાર સામે પરિવાર આર્થિક રીતે અસમર્થ હતો.
આથી તેઓએ આ અંગે અંકલેશ્વર નગર સેવા સદનના કોર્પોરેટર વિશાલ ચૌહાણને જાણ કરી હતી. કોર્પોરેટર વિશાલ ચૌહાણે પરિવારની મુલાકાત અંકલેશ્વરના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલ સાથે કરાવી હતી.ઇશ્વરસિંહ પટેલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને અમદાવાદની પ્રસિદ્ધ યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે બાળકીની સારવાર અને સર્જરીની વ્યવસ્થા કરી હતી જ્યાં વિનામૂલ્યે બાળકીની સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે અને હાલમાં તે સ્વસ્થ થઈ રહી છે. 14 વર્ષીય બાળકી સ્વસ્થ થઈ શાળાએ જતી થઈ જતા પરિવારમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.પરિવારજનો દ્વારા રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલ તેમજ રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
Latest Stories