અંકલેશ્વર: સ્ક્રેપના 8 ગોડાઉન ભડકે બળવાના મામલામાં તંત્ર સંચાલકોને નોટીસ પાઠવશે, કડક કાર્યવાહી ક્યારે ?

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર સ્ક્રેપના 8 ગોડાઉન ભડકે બળવાના મામલામાં હવે વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે.તંત્ર દ્વારા ગોડાઉનના સંચાલકોને નોટિસ પાઠવી ફાયર સેફટી અંગેના ખુલાસા પૂછવામાં આવશે

New Update
  • અંકલેશ્વરમાં બન્યો હતો બનાવ

  • સ્ક્રેપના ગોડાઉનમાં લાગી હતી આગ

  • 8 ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નિકળી

  • તંત્ર સંચાલકોને પાઠવશે નોટીસ

  • તંત્ર કડક કાર્યવાહી ક્યારે કરશે ?

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર સ્ક્રેપના 8 ગોડાઉન ભડકે બળવાના મામલામાં હવે વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે.તંત્ર દ્વારા ગોડાઉનના સંચાલકોને નોટિસ પાઠવી ફાયર સેફટી અંગેના ખુલાસા પૂછવામાં આવશે
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલા નોબેલ માર્કેટમાં ગતરોજ સમીસાંજના સમયે સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સ્ક્રેપના આઠ ગોડાઉન આગની ચપેટમાં આવી ગયા હતા જેના કારણે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આગને કાબૂમાં લેવા માટે અંકલેશ્વર ભરૂચ પાનોલી, ઝઘડિયા તેમજ ખાનગી કંપનીના 12થી વધુ ફાયર ટેન્ડરોએ  70થી વધુ રાઉન્ડ લગાવી લગભગ છથી સાત કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો ત્યારે આ મામલામાં હવે વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે.આ અંગે અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂતે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આગ લાગવાના મામલામાં સ્ક્રેપના ગોડાઉન સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે તેમને નોટિસ ફટકારી ફાયર સેફટી અંગેના ખુલાસા પૂછવામાં આવશે.
નેશનલ હાઇવેને અડીને મોટી સંખ્યામાં સ્ક્રેપના ગોડાઉન ધમધમે છે જેને તંત્રએ પરવાનગી પણ આપી નથી ત્યારે પર્યાવરણવાદીઓ સિસ્ટમ અને ઉદ્યોગોને પણ જવાબદાર ઠેરવી રહ્યા છે અને આ અંગે કડક પગલાં ભરવાની પણ માંગ કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 8 ગોડાઉનમાં આગના પગલે ધુમાડાના કારણે નજીકમાં આવેલા ભદકોદ્રા ગામના રહીશોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદો પણ ઉઠી હતી.સ્ક્રેપના ગોડાઉનમાં વારંવાર આગ લાગવાના બનાવો બને છે છતાં પણ તંત્ર નોટિસ પાઠવી સંતોષ માને છે ત્યારે આ મામલામાં હવે કડક કાર્યવાહીની જરૂરિયાત ઊભી થઈ છે.
Read the Next Article

ભરૂચ:જે.બી. મોદી પાર્ક નજીકથી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલ બેગનો મોટો જથ્થો આવ્યો, તંત્ર દોડતું થયું

શહેરમાં પ્રથમવાર ખુલ્લી જગ્યાએ શંકાસ્પદ કેમિકલ વેસ્ટ જોવા મળતાં નગરપાલિકાના અધિકારીઓ અને ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ ટીમ સાથે દોડી ગયા હતા અને સ્થળની તપાસ શરૂ કરવામાં આવી

New Update
  • ભરૂચના જે.બી.મોદી પાર્ક નજીકનો બનાવ

  • શંકાસ્પદ કેમિકલ ભરેલ બેગ મળી આવી

  • બેગનો મોટો જથ્થો મળી આવ્યો

  • ચીફ ઓફીસરે કર્યું નિરીક્ષણ

  • જીપીસીબીને કરવામાં આવી જાણ

ભરૂચના જેવી મોદી પાર્ક નજીકથી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલી બેગ મળતા તંત્ર દોડતું થયુ હતું.બેગના મોટા જથ્થા અંગે જીપીસીબી ને જાણ કરવામાં આવી છે. ભરૂચ શહેરના મોદી પાર્કથી ભારતી રો હાઉસ તરફ જવાના મુખ્ય માર્ગ પાસે શંકાસ્પદ કેમિકલ જેવો પદાર્થ ભરેલ બેગનો મોટો જથ્થો મળી આવ્યો છે. છે. શહેરમાં પ્રથમવાર ખુલ્લી જગ્યાએ શંકાસ્પદ કેમિકલ વેસ્ટ જોવા મળતાં તંત્ર દોડતું થયું છે. આ ઘટનાની જાણ નગરપાલિકાના અધિકારીઓને થતા  ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ ટીમ સાથે દોડી ગયા હતા અને સ્થળની તપાસ શરૂ કરવામાં આવી હતી.
શંકાસ્પદ બેગ પર દહેજની ટેગ્રોસ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપનીના ટેગ ચોંટાડેલા હતા. આ બાબતે નગરપાલિકા દ્વારા તરત જ જીપીસીબી ને જાણ કરવામાં આવી હતી.હાલમાં જીપીસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે કે આ  કેમિકલ પદાર્થ માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કે નહીં. જો તે ઝેરી કે જોખમભર્યો સાબિત થાય તો સંબંધિત કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરવામાં આવશે. અત્રે મહત્વપૂર્ણ છે કે, આ માર્ગ પરથી રોજ હજારો લોકોનો અવરજવર રહે છે અને આવા અસામાજિક તત્વો દ્વારા ખુલ્લા વિસ્તારોમાં કેમિકલ વેસ્ટ નાંખવામાં આવે તો લોકોના આરોગ્ય પર ગંભીર અસર થઈ શકે છે.