ભાદી ગામમાં દીપડાએ કરી હતી જમાવટ
દીપડાએ પાલતુ પ્રાણીનું કર્યું હતું મારણ
ગ્રામજનોમાં ફેલાયો હતો ભયનો માહોલ
દીપડાને પાંજરે પુરવા વન વિભાગે ગોઠવી હતી ટ્રેપ
આખરે દીપડો પાંજરે પૂરતા ગ્રામજનોમાં હાશકારો
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ભાદી ગામમાં દીપડાએ જમાવટ કરતા વન વિભાગ દ્વારા તેને પાંજરે પુરવા માટે ટ્રેપ ગોઠવવામાં આવી હતી,જેમાં વન વિભાગને સફળતા પ્રાપ્ત થઇ હતી,અને દીપડો પાંજરે પૂરતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ભાદી ગામે વહેલી સવારે દિપડો પાંજરામાં પુરાતા ગ્રામજનોમાં હર્ષનો માહોલ છવાયો હતો. દસ દિવસ પહેલા ગામની એક વાડીમાં દિપડાએ પાલતુ જાનવરનું મારણ કર્યું હતું, ત્યારબાદ ગામમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું. ગ્રામજનોની જાણ બાદ વન વિભાગની ટીમે દીપડાને પકડવા માટે પીંજરું મુક્યું હતું. આજે વહેલી સવારે તે પીંજરામાં દિપડો પુરાયો હોવાની માહિતી મળતા લોકોમાં રાહતનો શ્વાસ જોવા મળ્યો હતો.તેમ છતાં, ગ્રામજનોના જણાવ્યા અનુસાર હજુ પણ ગામની સીમમાં એક બીજો દિપડો ફરતો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેથી વન વિભાગ દ્વારા વધુ એક પીંજરું મુકીને બીજા દિપડાને પણ ઝડપવાની તજવીજ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.