New Update
/connect-gujarat/media/media_files/2025/11/22/acn-pung-2025-11-22-14-48-48.jpg)
અંકલેશ્વરથી હાંસોટને જોડતા સ્ટેટ હાઇવે પર શેરા ગામ નજીક આજે સવારના સમયે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો.
રસ્તા પરથી પસાર થઈ રહેલ મહિલાને અજાણ્યા વાહને ટક્કર મારતા ગંભીર ઇજાના પગલે તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાની સાથે જ હાંસોટ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટેમ અર્થે ખસેડ્યો હતો. જો કે હાલ મહિલાની ઓળખ શક્ય બની શકી નથી. મૃતકના વાલીવારસની હાંસોટ પોલીસે શોધખોળ શરૂ કરી છે.
Latest Stories