New Update
/connect-gujarat/media/media_files/2025/08/29/gulbri-2025-08-29-17-51-47.jpg)
ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીની કેએલજે પેટ્રોપ્લાસ્ટ કંપનીમાં થયેલ ચોરીના ગુનામાં ઝઘડિયા જીઆઇડીસી પોલીસે વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
અગાઉ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસે ન્યુજન સિક્યુરિટીમાં ફરજ બજાવતા ચાર ઇસમોને પકડી લીધા હતા.પોલીસે 4 આરોપીઓ લલીત ગોપાલ કેદારનાથ રામલાલ જયસ્વાલ હાલ રહે. અંકલેશ્વર મુળ રહે.ઉત્તરપ્રદેશ, યોગેન્દ્રસિંહ પ્રતાપસિંહ પરીહાર હાલ રહે. અંકલેશ્વર મુળ રહે.ઉત્તરપ્રદેશ, રાહુલ માખનલાલ ઘોસી હાલ રહે.અંકલેશ્વર મુળ રહે.મધ્યપ્રદેશ તેમજ કુનાલકુમાર સકલદેવ પંડીત હાલ રહે. અંકલેશ્વર મુળ રહે.બિહારનાને ઝડપી પાડ્યા હતા.સિક્યુરિટી ગાર્ડ જ કંપનીમાં ચોરીના ગુનામાં ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.
Latest Stories