ભરૂચ : નર્મદા કોલેજ દ્વારા પર્યાવરણ બચાવવાનો સુંદર પ્રયાસ, કુદરતી સંપદાનો સદુપયોગ કરી સંકુલને બનાવ્યું હરિયાળું

ભરૂચ શહેરની નર્મદા કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને શુદ્ધ પાણી, શુદ્ધ હવા અને શુદ્ધ વાતાવરણ ઉપલબ્ધ કરાવવા સાથે પર્યાવરણ બચાવવાનો સુંદર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

New Update

ભરૂચ શહેરની નર્મદા કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને શુદ્ધ પાણીશુદ્ધ હવા અને શુદ્ધ વાતાવરણ ઉપલબ્ધ કરાવવા સાથે પર્યાવરણ બચાવવાનો સુંદર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જુઓ કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ...

પાણીનું પરિવર્તન આજની દુનિયાનો સૌથી વિકટ પ્રશ્ન સામે આવ્યો છે. જળવાયુના પરિવર્તનના કારણે પુરદુકાળવાવાઝોડા અને વાતાવરણમાં અચાનક પલટો સહિતની ઘટનાઓ બની રહી છે. જેના કારણે મનુષ્યના જીવન પર અને પ્રાણીઓ પર એક મોટો પ્રભાવ પડે છે. વાતાવરણમાં કેમિકલગેસ જેવી કેસીઓ નાઈટ્રિકઓક્સાઇડ સહિતnu ભળવાથીવધુ પડતા કપાતા વૃક્ષોપાણી પ્રદુષણ સહિતના કારણે વાતાવરણ પ્રદૂષિત બન્યું છેજેના કારણે મોસમમાં પણ ફેરબદલની ઘટનાઓ આપણે જોઈ રહ્યા છેઅને જો આ વસ્તુ પર કાબુ મેળવવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં વાતાવરણમાં લોકોનું જીવવું પણ મુશ્કેલ થઈ જશેત્યારે ગ્લોબલ વોર્મિંગને અટકાવવા માટેનું પ્રયાસ દરેક વ્યક્તિએ કરવું જોઈએ. જેની પહેલ ભરૂચની નર્મદા કોલેજએ કરી છે. કોલેજ દ્વારા કેમ્પસમાં વર્ષ દરમિયાન વપરાતી વીજળીથી પણ વધુ વીજળીનું ઉત્પાદન કરી નર્મદા કોલેજ નફો મેળવે છે.

દરેક ક્લાસરૂમમાં પાવર સેવિંગ પંખાઓ અને લાઈટનો ઉપયોગ કરી વીજળીની બચત કરવામાં આવે છે. કોલેજમાં સૌથી મહત્વનું રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. નર્મદા કોલેજમાં 2,300 થી વધુ વિદ્યાર્થીઓ ભણવા આવે છેત્યારે વિદ્યાર્થીઓને શુદ્ધ પાણી મળી રહે તે માટે RO સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. RO સિસ્ટમના દ્વારા વિદ્યાર્થીઓ શુદ્ધ પાણી તો પીએ છે. પરંતુ આ શુદ્ધ પાણી કરવામાં 12,000 લીટર પાણી વેડફાઈ જાય છેજેને કોલેજ દ્વારા સંગ્રહ કરીને ટોયલેટ ફ્રર્સમાં વાપરીને પાણીનો સદુપયોગ કરવામાં આવે છે.

એટલું જ નહીંકોલેજના કેમ્પસમાં ઉભી કરવામાં આવેલી 3 ટાંકીઓમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. ઉપરાંત કોલેજમાં ઘટાદાર વૃક્ષોના કારણે રોડ પર અને અન્ય સ્થળો પર પડતા પાંદડાઓનો સંગ્રહ કરીને કમ્પોસ્ટિંગ સિસ્ટમ દ્વારા કમ્પોસ્ટ કરીને ખાતરના ઉપયોગમાં લેવામાં આવે છે. સાથે સાથે કોલેજ અને આજુબાજુની સોસાયટીમાંથી ફૂડ વેસ્ટને મેળવી બાયોગેસ પ્લાન્ટ ઉભો કરી ગેસ ઉત્પાદન કરી પોતાના કેમ્પસમાં આવેલી કેન્ટીન સહિત ગેસથી ચાલતી સિસ્ટમ પણ પોતે જ ડેવલોપ કરી છે. કોલેજ દ્વારા અતિ મહત્વપૂર્ણ કેમિકલ ફેકલ્ટીમાંથી નીકળતા કેમિકલના પાણીને પણ એક ટેન્કમાં સંગ્રહ કરી અંકલેશ્વરમાં આવેલા ETC પ્લાન્ટમાં જ નિકાલ કરવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કેનર્મદા કોલેજના સંકુલમાં વાવેલા વૃક્ષો પર સ્કેનિંગ કોડ પણ લગાવવામાં આવ્યું છે. જેનાથી વિદ્યાર્થીઓ જાણી શકે કેઆ કયું વૃક્ષ છેઅને કઈ પ્રજાતિનું છે. આ સાથે કેમ્પસમાં વૃક્ષોના કારણે કોંકરિટના જંગલમાંથી લુપ્ત થતી 25થી વધુ પક્ષીઓની પ્રજાતિ નર્મદા કોલેજના સંકુલમાં જોવા મળે છે. આ રીતે ભરૂચની નર્મદા કોલેજ પર્યાવરણ બચાવવાનું એક ઉમદા કાર્ય કરીને પોતાના કેમ્પસમાં આવતા વિદ્યાર્થીઓને શુદ્ધ પાણીશુદ્ધ હવા અને શુદ્ધ વાતાવરણ ઉપલબ્ધ કરાવે છે. આવનારી યુવા પેઢી પણ કુદરતી સંપદાનું ધ્યાન રાખે તે બાબતની શિક્ષા પણ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.

Latest Stories