New Update
નંદેલાવ બ્રિજ પાસે સર્જાયો અકસ્માત
બેલગામ કન્ટેનર બ્રિજના પિલરમાં ભટકાયું
પિલર બાદ મંગલદીપ સોસાયટીમાં પણ અથડાયું
સોસાયટીના મંદિરની દીવાલ તૂટતા નુકસાન
જાનહાની ટળતા લોકોએ લીધો રાહતનો શ્વાસ
ભરૂચ દહેજ બાયપાસ માર્ગ પર નંદેલાવ પાસે નવા બ્રિજ નીચે ગુરુવારે એક ગંભીર અકસ્માત થયો હતો. હજીરા અદાણીથી કેમિકલ ભરેલું કન્ટેનર દહેજ સ્થિત મેઘમણી કંપનીમાં જઈ રહ્યું હતું. એ દરમિયાન કન્ટેનર ચાલકનો સ્ટિયરિંગ પર નિયંત્રણ ખોરવાતા કન્ટેનર સીધું નવા પિલરને અથડાઈને સીધુ મંગલદીપ સોસાયટીની મંદિરે જોડાયેલી કમ્પાઉન્ડ વોલમાં ટકરાયું હતું.
આ અકસ્માતમાં બ્રિજના પિલર સાથે સાથે મંદિરની દિવાલને પણ ગંભીર નુકસાન થયું હતું. જોકે, ઘટના દરમિયાન કોઈપણ જાતની જાનહાની ન પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કન્ટેનરનો ચાલક દ્વારા કન્ટેનરને બેલગામ દોડાવવામાં આવી રહ્યું હતું.ઘટનાના પગલે સ્થળ પર તાત્કાલિક ફાયર વિભાગ તથા પોલીસ દોડી આવી હતી. ભારે વજનના કેમિકલ ભરેલા કન્ટેનરને સ્થળ પરથી દૂર કરવા ત્રણ હાઇડ્રાની મદદ લેવાઈ હતી. લાંબા સમય બાદ માર્ગ પર સર્જાયેલો ટ્રાફિક પુનઃ રાબેતા મુજબ થયો હતો.મંગલદીપ સોસાયટીના પ્રમુખ જીતુ પ્રજાપતિએ જણાવ્યું હતું કે,કન્ટેનર અમારા મંદિરની દીવાલ તોડી ઘૂસી ગયું હતું. સદનસીબે કોઈ વ્યક્તિ ત્યાં નહોતી. પરંતુ આવી ઘટનાઓથી ભવિષ્યમાં વધુ ગંભીર પરિસ્થિતિ ઉભી ન થાય એ માટે પગલાં લેવા જરૂરી છે.