-
લુવારા પાસે મહાદેવ હોટલના કમ્પાઉન્ડમાં આગનો બનાવ
-
ટાયરના જથ્થામાં લાગી ભીષણ આગ
-
આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટેગોટા ઉડ્યા
-
કન્ટેનર પણ આગની લપેટમાં આવ્યા
-
ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવવાના કર્યા પ્રયાસ
ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 લુવારા ગામ પાસે આવેલ મહાદેવ હોટલના કમ્પાઉન્ડમાં ટાયરના જથ્થામાં અચાનક આગ લાગી હતી,ઘટનાને પગલે નાસભાગ મચી ગઈ હતી. ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 લુવારા ગામ પાસે આવેલ મહાદેવ હોટલના કમ્પાઉન્ડમાં ટાયરના જથ્થામાં અચાનક આગ લાગી હતી,ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા કાળા ધુમાડાના ગોટેગોટા હવામાં ઉડ્યા હતા.
ભીષણ આગને પગલે નજીકમાં રહેલા કન્ટેનરો પણ આગની લપેટમાં આવી ગયા હતા.સર્જાયેલી ઘટનાને પગલે ભારે નાસભાગ મચી ગઈ હતી.ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર લાશ્કરો ફાયર ટેન્ડર સાથે દોડી આવ્યા હતા,અને આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.