ભરૂચ : ઝઘડિયાના ગુમાનદેવ નજીક માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત, પોલીસે વધુ તપાસ હાથ ધરી...

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં SOU માર્ગ પર ગુમાનદેવ નજીક માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

New Update
Untitled

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં SOU માર્ગ પર ગુમાનદેવ નજીક માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસારભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપોર ગામના આધેડ વ્યક્તિ ભરૂચ તરફ જઈ રહ્યા હતાતે દરમ્યાન ગુમાનદેવ નજીક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિનું નામ વારસ મલેક છેઅને તેઓ ઝઘડીયા તાલુકાના રતનપોર ગામના રહેવાસી છે. તેઓ મજૂરીકામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. મૃતક વારસ મલેક રતનપોરથી ભરૂચ તરફ જઈ રહ્યા હતાતે સમયે પાછળથી આવતી હાઈવા ટ્રકએ તેઓને ટક્કર મારતા મોપેડ ટ્રકની નીચે આવી જતા તેમનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. હાઈવા ટ્રક ઇસમ પર ફરી વળ્યા બાદ 200 મીટરથી વધુ ખેંચી ગઈ હતી. આ બનાવમાં ઝઘડીયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કેબિસ્માર રોડ-રસ્તાના કારણે રાજપારડીથી ઝઘડિયા અને ભરૂચ તરફ જતા માર્ગ પર ઘણા અકસ્માતો વધ્યા છેમાર્ગ પર ઉડતી ધૂળના કારણે સામેથી આવતા વાહનો દેખાતા નથી. જેને લઇ વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છેત્યારે બેફામ દોડતા ભરદારી વાહનો સામે પોલીસ દ્વારા લાલ આખ કરવામાં આવે તે જરૂરી બન્યું છે.

Latest Stories