New Update
/connect-gujarat/media/media_files/2025/10/21/img-20251021-wa0070-2025-10-21-12-31-02.jpg)
ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ પર આવેલી આકાંક્ષા નગરીના એક બંગલાના કમ્પાઉન્ડમાં અચાનક સાપ દેખાતા રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો.
આ અંગેની જાણ સ્થાનિક રહીશોએ નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહને કરી હતી જેના પગલે હિરેન શાહ તથા વ્રજ શાહ સ્થળ પર પહોંચ્યા હતા.બંનેએ વિસ્તારની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે દેખાયેલો સાપ અત્યંત ઝેરી જાતિનો કોબ્રા હતો.હિરેન શાહ અને વ્રજ શાહે સાપને નુકસાન પહોંચાડ્યા વિના રેસ્ક્યૂ કર્યો હતો. બાદમાં તેને માનવ વસતીથી દૂર સુરક્ષિત પ્રાકૃતિક વિસ્તરમાં છોડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
Latest Stories