ભરૂચ : ઝઘડીયા ચાર રસ્તા નજીક ક્રાંતિવીર બિરસા મુંડાની પ્રતિમાનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે અનાવરણ કરાયું...

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ ભરૂચના સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું.

New Update
  • ઝઘડીયા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાય

  • ઝઘડીયા APMC ખાતેથી વિશાળનું આયોજન પણ કરાયું

  • ઝઘડીયા ખાતે બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરાયું

  • સાંસદ મનસુખ વસાવા સહિતના આગેવાનોની ઉપસ્થિતિ

  • મોટી સંખ્યામાં આદિવાસી સમાજના યુવાનો ઉપસ્થિત રહ્યા

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ક્રાંતિવીર બિરસા મુંડાની પ્રતિમાનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ ભરૂચના સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. ઝઘડીયા APMC ખાતેથી બેન્ડવાજાના તાલે રેલી નીકળી ઝઘડીયા ચાર રસ્તા નજીક બિરસા મુંડા પ્રતિમા પાસે પહોચી હતી. ત્યારબાદ આદિવાસી ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ ઝઘડીયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ સુરેશ વસાવા તેમજ ભગવાન બિરસા મુંડા યુવા સમિતિને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories