New Update
/connect-gujarat/media/media_files/2026/02/22/mots-2026-02-22-09-17-56.png)
ભરૂચના જંબુસર તાલુકાના વાવલી ગામે લગ્ન પ્રસંગ દરમિયાન હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પરિવાર જ્યાં લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતો. ત્યાં અચાનક બનેલા અકસ્માતે ખુશીનો માહોલ શોકમાં ફેરવી દીધો.
વરરાજા માટે ફૂલોના હાર લેવા નીકળેલા વરરાજાના ભાઈ દેવાંશભાઈ સુરેશભાઈ ઠાકોરનું માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યું હતું. બાઈક અને આઈસર ટેમ્પા વચ્ચે થયેલા અકસ્માતમાં દેવાંશભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.આ અકસ્માતના સમાચાર ગામમાં ફેલાતા જ લગ્નની ખુશી પળવારમાં માતમમાં બદલાઈ ગઈ હતી.પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે જંબુસર પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે અને અકસ્માતના કારણો અંગે તપાસ ચાલી રહી છે.
Latest Stories