New Update
-
ભરૂચના આમોદ જંબુસર માર્ગ પર સર્જાયો અકસ્માત
-
ટ્રક-ઇકો કાર વચ્ચે અકસ્માતમાં 7 લોકોના થયા મોત
-
ગોઝારી ઘટના બાદ પોલીસની પહેલ
-
વાહનો પાછળ લગાવી રેડિયમ પટ્ટી
-
આમોદ પોલીસ દ્વારા કરવામાં આવી કામગીરી
ભરૂચના આમોદ જંબુસર માર્ગ પર ઉભેલી ટ્રક સાથે ઇકો કાર ભટકાતા સાત લોકોના મોત નિપજવાની ઘટના બાદ પોલીસ દ્વારા વાહનો પાછળ રેડિયમ પટ્ટી લગાવવાની શરૂઆત કરવામાં આવી છે.
ભરૂચના આમોદ અને મગણાદ ગામ વચ્ચે 2 દિવસ પહેલા રાત્રીના સમયે ગોઝારા અકસ્માતના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ફરીવાર આવો બનાવ ન બને તે હેતુસર આમોદ પોલીસ દ્વારા પ્રસન્નીય કામગીરી હાથ ધરવામાં આવી છે. આમોદ અને મગણાદ ગામ વચ્ચે નેશનલ હાઇવે નં.૬૪ પર એક ટ્રક બ્રેકડાઉન થયેલ હાલતમાં ઊભેલું હતું.જેની પાછળ પાર્કિંગ લાઈટ કે રેડિયમ પટ્ટી લાગેલી ન હોવાથી એક ઇકો કાર ધડાકાભેર અથડાતા 7 લોકોના મોત થયા હતા. જેથી ફરી આવી કોઈ ઘટના ન સર્જાય તે માટે આમોદ પોલીસ દ્વારા રોડ ઉપર ઉભા રહેતા વાહનો કે જેની પાછળ પાર્કિંગ લાઈટ ન હોય કે રેડિયમ પટ્ટી લગાવેલ ન હોય એવા વાહનોને આમોદ પોલીસકર્મીઓ જાતે જ વાહન ઉપર પટ્ટી લગાવતા નજરે પડ્યા હતા.
Latest Stories