New Update
ભરૂચના આમોદમાં કરવામાં આવ્યું આયોજન
સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા આયોજન
અધિકાર યાત્રાનું આયોજન કરાયું
મોટી સંખ્યામાં કામદારો જોડાયા
સફાઈ કામદારોને અન્યાયાના આક્ષેપ
ગુજરાત સરકાર દ્વારા સફાઈ કામદારોને અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે ભરૂચના આમોદમાં સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા અધિકાર યાત્રાનું આયોજન કરાયું હતું
સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાત દ્વારા ભરૂચના આમોદમાં અધિકાર યાત્રા યોજાય હતી.આ અધિકાર યાત્રા આમોદ નગરપાલિકા કચેરી ખાતે પહોંચતા સફાઈ કામદાર ભાઈઓ બહેનોએ નગરપાલિકા શાસકો વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.આમોદ પાલિકા સભાખંડમાં મુખ્ય અધિકારી પંકજ નાયક અને અને પાલિકા પ્રમુખ જલ્પા પટેલ સાથે વાલ્મિકી સમાજ સાથે શોષણ અને અન્યાયને લગતા પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
જેમાં કેટલાક પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય અધિકારી અને પ્રમુખે મૌખિક બાહેંધરી આપી હતી.નગરપાલિકા સભાખંડમાં સમસ્ત વાલ્મિકી સમાજના પ્રદેશ પ્રમુખ જીતુ બારૈયા, ગુજરાત પ્રદેશ પ્રવક્તા મનહર રાઠોડ,કારોબારી ચેરમેન હરીશ મહિડા,મધ્ય ગુજરાતના મહામંત્રી ગોપાલ સોલંકી સહિત આમોદ નગરના વાલ્મિકી સમાજના આગેવાનો અને સફાઈ કામદારો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories