-
ઝઘડિયાના રાજપારડી-મધુપુરા ફાટક નજીકનો બનાવ
-
ટ્રક ચાલકે બાઈક સવારને ટક્કર મારતા સર્જાયો અકસ્માત
-
રોષે ભરાયેલા સ્થાનિકોએ રસ્તો બંધ કરી ચક્કાજામ કર્યો
-
વારંવાર થતાં અકસ્માતોના પગલે ગ્રામજનોમાં ઉગ્ર રોષ
-
વહેલી તકે બિસ્માર રસ્તાનું સમારકામ કરાવવાની માંગ
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી-મધુપુરા ફાટક નજીક ટ્રક ચાલકે બાઈક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેના પગલે રોષે ભરાયેલા સ્થાનિકોએ રસ્તો બંધ કરી ચક્કાજામ કર્યો હતો.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી-મધુપુરા ફાટક નજીક ટ્રક ચાલકે બાઈક સવાર યુવાનને અડફેટમાં લેતા મારતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં બાઇક સવારનો આબાદ બચાવ થયો હતો. પરંતુ અહીના માર્ગ થતાં વારંવાર અકસ્માતના પગલે રોષે ભરાયેલા સ્થાનિકોએ મુખ્ય માર્ગ પર ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. લોકોએ તંત્ર સમક્ષ પોતાનો રોષ ઠાલવી બિસ્માર રસ્તાનું સમારકામ કરવા માંગ કરી હતી.
તો બીજી તરફ, ચક્કાજામના પગલે વાહનોની લાંબી કતારો લાગતા ઝઘડિયા પ્રાંત અધિકારી સહિત પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો, જ્યાં લોકોને સમજાવી મામલો થાણે પાડી રસ્તો રાબેતા મુજબ શરૂ કરાવ્યો હતો. જો ટૂંક સમયમાં આ રસ્તાનું સમારકામ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે.