ભરૂચ: BAPSના સંસ્થાના વડા પ્રગટગુરુ હરી મહંત સ્વામી મહારાજની તબિયત નાદુરસ્ત, પૂજા,દર્શન સહિતના કાર્યક્રમો બંધ કરાયા

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરે મહંત સ્વામીની પધરામણી થઈ છે જોકે તેમને શારીરિક અશક્તિ હોવાના કારણે પૂજા દર્શન સહિતના

New Update
IMG-20250623-WA0127

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરે મહંત સ્વામીની પધરામણી થઈ છે જોકે તેમને શારીરિક અશક્તિ હોવાના કારણે પૂજા દર્શન સહિતના કાર્યક્રમો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ અંગે કોઠારી સ્વામી સાધુ અનિર્દેશદાસે જણાવ્યું હતું કે પ્રગટ ગુરુ હરી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની શારીરિક અશક્તિના કારણે આગળ જાહેરાત ન થાય ત્યાં સુધી પૂજા દર્શન વગેરે કાર્યક્રમો બંધ રાખવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે બીએપીએસ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજની તારીખ 15 જૂનથી ઝાડેશ્વર બીએપીએસ મંદિર ખાતે થઈ હતી અને તેઓની નિશ્રામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા હતા જોકે તેમની નાદુરસ્ત તબિયતના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.