New Update
ભરૂચ જિલ્લામાં વર્ષારાણીની સતત હાજરી
અંતરિયાળ વિસ્તારોમાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠયુ
બલદવા ડેમ નજીક મનમોહક દ્રશ્યો
ઠેર ઠેરથી પ્રવાસીઓ ઉમટયા
પાણીના ઝરણાનો નયનરમ્ય નજારો
ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલમાં બલદવા ડેમ પર કુદરતી સૌંદર્ય ખીલી ઉઠતા સેલાણીઓમાં આ સ્થળ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
ભરૂચ અને નર્મદા જિલ્લામાં સતત વરસતા વરસાદે હરિયાળીથી આચ્છાદિત પહાડીઓ તો બીજી તરફ નદી-નાળા છલોછલ ભરાઈ જતા કુદરતપ્રેમીઓ માટે આ વિસ્તાર પર્યટનનું કેન્દ્ર બની ગયો છે. ખાસ કરીને નેત્રંગ તાલુકાના બલદવા ગામ નજીક આવેલો બલદવા ડેમ હાલમાં ઓવરફ્લો થવાથી આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.નેત્રંગ થી આશરે 10 કિલોમીટર અંતરે આવેલો આ બલદવા ડેમ પૂરતા વરસાદથી છલોછલ ભરાઈ ગયો છે અને પાણીની સતત આવક ચાલુ છે. ડેમ પરથી વહેતા પાણીના ઝરણા અને આસપાસના કુદરતી સૌંદર્યનો આનંદ માણવા માટે આજુબાજુના ગામો ઉપરાંત ભરૂચ, નર્મદા તેમજ સુરત જિલ્લાના લોકો પરિવાર સાથે અહીં ફરવા પહોંચી રહ્યા છે. વરસાદી માહોલમાં ઠંડા પવન અને હરિયાળી વચ્ચે લોકો ફોટોગ્રાફી કરીને આ ક્ષણોને યાદગાર બનાવી રહ્યા છે.
Latest Stories