New Update
ભાજપ દ્વારા યોજાયું વિરોધ પ્રદર્શન
રાહુલ ગાંધીના નિવેદનનો કરાયો વિરોધ
પી.એમ.મોદીના માતા અંગે આપ્યું હતું નિવેદન
રાહુલ ગાંધીના પૂતળાનું કરાયુ દહન
ભાજપના આગેવાનો જોડાયા
રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી અંગે કરેલ અપમાનજનક નિવેદનના વિરોધમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂતળા દહન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા અપમાનજનક નિવેદનના વિરોધમાં આજે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઉગ્ર પ્રદર્શન સાથે પુતળાનું દહન કરવામાં આવ્યું હતું.પાંચબત્તી વિસ્તારમાં યોજાયેલા આ વિરોધ કાર્યક્રમમાં ભાજપ કાર્યકરો જોડાયા હતા. કાર્યકરોએ રાહુલ ગાંધી સામે સૂત્રોચ્ચાર કર્યા અને તરત માફી માંગવાની માંગણી કરી હતી.વિરોધ પ્રદર્શનમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ધર્મેશ મિસ્ત્રી, દિવ્યેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ જતીન શાહ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
Latest Stories