New Update
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઉજવણી
સી.આર.પાટીલના જન્મ દિવસની કરાય ઉજવણી
વિવિધ સેવાકાર્યો દ્વારા ઉજવણી કરાય
ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત
ભાજપના આગેવાનોએ આપી હાજરી
ભરુચ શહેરમાં કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે અનેક સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા તથા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે અનેક સેવાકીય કાર્યક્રમો ભરૂચ જિલ્લા નવનિયુક્ત ભાજપ અધ્યક્ષ પ્રકાશ મોદી તથા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યા હતા.જેમાં પ્રથમ સીવીલ હોસ્પિટલમાં આવેલા સેવાયજ્ઞ સમિતિ ખાતે રહેતા નિરાધાર અને ભરૂચ સિવિલ હોસ્પિટલ દાખલ દર્દીઓની મુલાકાત લઈને તેમને ફ્રૂટ વિતરણ કરાયું હતું ત્યાર બાદ મકતમપુર અને ભોલાવ પંચાયત બેઠકમાં આવેલા ડેરા તલાવડી સેવા વસ્તી ખાતે પણ સી.આર. પાટીલના જન્મ દીવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી.
જેમાં ભરૂચ ભાજપ અધ્યક્ષ પ્રકાશ મોદી તથા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ વૃષભ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં
Latest Stories