ભરૂચ: બુટલેગરોએ બંધ મકાનને દારૂનું ગોડાઉન બનાવ્યું

ભરૂચ સી ડિવિઝન પોલીસે ચાવજ ગામની રાધે રેસીડેન્સી પાસે આવેલ બંધ મકાનમાંથી 1615  વિદેશી દારૂ મળી કુલ રૂ.3.57 લાખના મુદ્દામાલ સાથે રખેવાળની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

New Update

ભરૂચ સી ડિવિઝન પોલીસે ચાવજ ગામની રાધે રેસીડેન્સી પાસે આવેલ બંધ મકાનમાંથી 1615  વિદેશી દારૂ મળી કુલ રૂ.3.57 લાખના મુદ્દામાલ સાથે રખેવાળની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ભરૂચ સી ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ જિલ્લા પંચાયતની પાસે આચારજીની ચાલમાં રહેતો રાહુલ વસાવા અને દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ લોઢવાડના ટેકરામાં રહેતો નરેશ  કહારે ભેગા મળી વિદેશી દારૂનો જથ્થો મંગાવી ચાવજ ગામની રાધે રેસિડેન્સી ખાતે બાવળની ઝાડીની બાજુના બંધ મકાનમાં સંતાડી રાખેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 1615 નંગ બોટલ મળી કુલ રૂ. 3.57 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને રાધે રેસિડેન્સીમાં રહેતો વિશાલ ગીરીશ પટેલને ઝડપી પાડ્યો હતો જેની  પૂછપરછ કરતા આ જથ્થો બુટલેગર રાહુલ વસાવા અને નરેશ કહાર લાવ્યા હોવાં સાથે પોતે વિદેશી દારૂનો જથ્થો સાચવતો હોવાનું જણાવ્યું હતું.પોલીસે  બંને બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories