ભરૂચના ઝઘડિયાના તવડી ગામનો બનાવ
પ્રાથમિક શાળામાં બાળકો પાસે કરાવાય સાફ સફાઈ
બાથરૂમની કરાવવામાં આવે છે સફાઈ
સફાઈ દરમ્યાન વિદ્યાર્થીને હેન્ડ પંપ વાગ્યો
ઇજાગ્રસ્તની સારવાર કરાવાય
ભરૂચના ઝઘડિયા તાલુકાના તવડી ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોની બેદરકારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શિક્ષકોએ શાળામાં અભ્યાસ કરતા બાળકોને બાથરૂમ સાફ કરવા જેવી કામગીરી સોંપી હતી. બાળકો બાથરૂમની સાફ-સફાઈ કરી રહ્યા હતા તે દરમિયાન પાણીની જરૂરિયાત જણાતા તેઓ શાળામાં આવેલ હેન્ડપંપ પર પાણી લેવા ગયા હતા આ દરમિયાન અકસ્માતે એક બાળકને હાથના ભાગે હેન્ડપંપ વાગ્યો હતો આથી તેને આંગળીઓમાં ગંભીર ઈજા પહોંચી હતી.
આ અંગે બાળકની માતા શર્મિલા વસાવાએ જણાવ્યુ હતું કે શિક્ષકો દ્વારા બાળકો પાસે બાથરૂમ સાફ કરાવવા જેવુ કામ કરાવવામાં આવે છે અને હેન્ડપંપ વાગતા તેમના બાળકને આંગળી પર ગંભીર ઈજા થઈ હતી. આમ છતાં શિક્ષકો દ્વારા સારવાર કરાવવામાં આવી ન હતી. આથી તેને પ્રથમ પ્રતાપ નગર અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પરિવારજનો દ્વારા ઉમલ્લા પોલીસને પણ જાણ કરવામાં આવી છે ત્યારે શાળામાં બાળકો પાસે બાથરૂમની સાફ-સફાઈ સહિતની કામગીરી કરાવવી કેટલી ઉચીત છે તે પ્રશ્ન ઉઠી રહ્યો છે.