ભરૂચ: આમોદ-જંબુસર વચ્ચે આવેલ ઢાઢર નદીના બ્રિજ પર 2 બાઈક વચ્ચે એક્સમાત, કોન્ટ્રાકટરની બેદરકારીના આક્ષેપ

ભરૂચના આમોદ-જંબુસર રોડ પર આવેલી ઢાઢર નદીના બ્રિજ પર ગત રાત્રિ એ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને કારણે એક પછી એક બે બાઇક સવારો અકસ્માતનો ભોગ બન્યા હતા.

New Update
acnss

આમોદ-જંબુસર વચ્ચે આવેલ ઢાઢર નદીના બ્રિજ પર 2 બાઈક વચ્ચે એક્સમાત

ભરૂચના આમોદ-જંબુસર રોડ પર આવેલી ઢાઢર નદીના બ્રિજ પર ગત રાત્રિ એ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને કારણે એક પછી એક બે બાઇક સવારો અકસ્માતનો ભોગ બન્યા હતા. બ્રિજનું સમારકામ કાર્ય પૂર્ણ થઈ ગયું હોવા છતાં કામગીરીમાં વપરાયેલું એક જનરેટર મશીન બ્રિજના મધ્ય ભાગમાં જ જોખમી રીતે મુકેલું રહેતા આ દુર્ઘટના સર્જાઈ હતી, જેના કારણે બે  બાઇક ચાલકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.સ્થાનિક લોકોએ આ ઘટના માટે સમારકામ કરનાર કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ પર કડક પગલાં લેવાની માંગ કરી છે. 
Latest Stories