New Update
ભરૂચના આમોદમાં યોજાયું વિરોધ પ્રદર્શન
કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન
ભ્રષ્ટાચાર વિકાસ સપ્તાહની ઉજવણી
કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા
પોલીસે પ્રદર્શનકારીઓની કરી અટકાયત
ભાજપ સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચમાં આમોદમાં કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટચાર વિકાસ સપ્તાહની ઉજવણી દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું
ભરૂચના આમોદ તાલુકામાં આજે કોંગ્રેસ પાર્ટીએ ભ્રષ્ટાચાર સામે વિરોધ પ્રદર્શન કરીને રાજકીય માહોલ ગરમાવ્યો હતો. તાલુકા પંચાયત કચેરી આગળ ભ્રષ્ટાચાર વિકાસ સપ્તાહ તરીકે ઉજવણી કરવામાં આવી હતી.કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ મનરેગા, શૌચાલય અને નલ સે જલ જેવી યોજનાઓમાં થયેલા કરોડો રૂપિયાના કથિત ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા સાથે જ ભાજપ સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કરાયા હતા.વિરોધ પ્રદર્શન કરી રહેલ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જેનો વિરોધ કરવા કોંગ્રેસે ભ્રષ્ટાચાર વિકાસ સપ્તાહની ઉજવણી કરી હતી.
Latest Stories