New Update
ભરૂચના દહેજની જી.એફ.એલ. કંપનીમાં ગેસ ગળતરના કારણે ચાર કામદારોના મોતના મામલામાં કોંગ્રેસે કંપની સંચાલકો વિરુદ્ધ ગુનાહિત બેદરકારી બદલ કાર્યવાહીની માંગ કરી છે, તો બીજી તરફ તંત્રના અધિકારીઓ પર પણ જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે.
ભરૂચના દહેજની જી.એફ.એલ. કંપનીમાં ગેસ ગળતર કારણે ચાર કામદારોના મોતની ઘટના બની હતી. ત્યારે હવે આ મામલામાં કોંગ્રેસનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે.કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવા બનાવોમાં વહીવટી તંત્ર તેમની કામગીરીમાં સદંતર નિષ્ફળ ગયું છે. વહીવટીતંત્ર કંપનીને ક્લોઝર નોટિસ આપવાના બદલે વહીવટી અધિકારીઓ જે યુનિટમાં ગેસ લીકેજ થયો છે,તેને જ કલોઝર નોટિસ આપી છે.આવી ગંભીર ભુલને DISHના અધિકારીઓ ખુબ જ હળવાશથી લઇ રહ્યા છે.આ આખા બનાવમાં કંપની સંચાલકોની ગુનાહિત બેદરકારી સામે આવી છે.કંપનીના સંચાલકો ઉપર ગુનાહિત બેદરકારીનો ગુનો નોંધાવો જોઇએ એવી કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ કરવામાં આવી છે. સાથે જે અધિકારીઓ કંપનીની વીઝીટ કરતા હોય છે અને કંપનીને સબ સલામતના સર્ટિફિકેટ આપતા હોય છે. એવા અધિકારીઓની પણ જવાબદારી નક્કી કરવાની માંગ કરાય છે અને જવાબદાર ઉદ્યોગ પર શિક્ષાત્મક પગલા અને માનવવધનો ગુનો નહીં નોંધાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
Latest Stories