New Update
-
ભરૂચ શહેરના મોટાભાગના તમામ માર્ગો બિસ્માર
-
બિસ્માર માર્ગના કારણે હાલાકી
-
કોંગ્રેસ દ્વારા કરાય રજુઆત
-
ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી
-
તાત્કાલિક સમારકામની ચીફ ઓફિસરની ખાતરી
ભરૂચ નગરપાલિકા દ્વારા મંજૂર થઇ ગયેલા રસ્તાઓનું કામ શરૂ કરવા તેમજ બિસ્માર માર્ગો પર તાત્કાલિક ધોરણે પેચવર્ક કામ કરવાની માંગ સાથે વિપક્ષના સભ્યો દ્વારા ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી હતી
ભરૂચ શહેરના રસ્તાઓ ઉપર પડેલા ખાડાઓ પુરવા માટે વારંવાર વિપક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી છે ત્યારે હવે ચોમાસું વીતી ગયું છે, ત્યાં ભરૂચ શહેરના તમામ વોર્ડના રસ્તાઓ રીપેરીંગ કરવા ખાડા પુરી પેચવર્ક કરવા તેમજ જે રસ્તાઓ મંજૂર થઈ ગયેલા છે તે રસ્તાઓનું કામ શરૂ કરવાની માંગણી વિપક્ષ દ્વારા ચીફ ઓફિસર ને રજૂઆત કરવામાં આવી છે..જેમા જણાવાયું છે કે ભરૂચના પાંચબત્તીથી આલીઢાળથી લઇ મહંમદપુરા બાયપાસ તેમજ બંબાખાના સુધીના રસ્તા ઉપર પડેલા ખાડાઓ પુરવા દિવાળી બાદ શરૂ કરવા જણાવેલ હતું તે મુજબ પેચવર્કની કામગીરી કરવામાં આવે.ભરુચના પાંચબત્તી ઢાળથી લઈને બાયપાસ તેમજ મોહમ્મદપુરા થી બંબાખાના સુધી નવો રસ્તો બનાવવા માટે સામાન્ય સભામાં થયેલી દરખાસ્તને શાસક પક્ષે સર્વાનુમતે મંજૂર કરી હતી. તેની ગ્રાન્ટની મંજૂરી માટેની તમામ પ્રક્રિયા વહેલી પૂર્ણ કરી આ રસ્તાની નવીનીકરણની કામગીરી કરવામાં આવે.
આ અંગે ભરૂચ નગર સેવા સદનના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે દિવાળીના કારણે કામગીરી ખોરંભે પડી હતી પરંતુ તાત્કાલિક જ માર્ગના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવશે
Latest Stories