ભરૂચ: નેત્રંગમાં કોંગ્રેસ દ્વારા બિસ્માર માર્ગના પ્રશ્ને વિરોધ પ્રદર્શન, ચક્કાજામનો કરાયો પ્રયાસ

ભરૂચના નેત્રંગ તાલુકાની પ્રજા ચારેય તરફ બિસ્માર માર્ગને લઈ હાલાકી વેઠી રહી હોવાના આક્ષેપ સાથે નેત્રંગ ગામના ચાર રસ્તા પાસે કોંગ્રેસ દ્વારા બિસ્માર માર્ગને લઈ કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો

New Update
  • ભરૂચના નેત્રંગમાં વિરોધ

  • કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું

  • બિસ્માર માર્ગના પગલે પ્રદર્શન

  • ચક્કાજામનો પ્રયાસ કરાયો

  • માર્ગના સમારકામની માંગ

ભરૂચના નેત્રંગ તાલુકાની પ્રજા ચારેય તરફ બિસ્માર માર્ગને લઈ હાલાકી વેઠી રહી હોવાના આક્ષેપ સાથે નેત્રંગ ગામના ચાર રસ્તા પાસે કોંગ્રેસ દ્વારા બિસ્માર માર્ગને લઈ કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
ભરૂચના નેત્રંગ તાલુકાના કવચિયાથી મોવી,રાજપીપળાને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે.જેને પગલે વાહન ચાલકો સહિત ગ્રામજનો હાલાકી વેઠી રહ્યાં છે.આ માર્ગોના પેચવર્ક માટે  NHAI દ્વારા 5 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા પરંતુ પેચવર્કના નામે રૂપિયા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ચાઉ કરી ગયા હોવાના કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા.જ્યારે 55 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગ પણ હાલ ચોમાસામાં બિસ્માર બન્યા છે.
એક તરફ ચાલુ વરસાદે રોડની કામગીરી ચાલી રહી છે.જે માર્ગ એક તરફ તૂટી રહ્યો છે.જેની કામગીરીમાં ભ્રષ્ટાચાર થઈ થયો હોવાના આક્ષેપ સાથે જેતે સમયે ખાતમુહૂર્ત કરનાર નેતાઓએ કામગીરી દરમિયાન કામનું નિરીક્ષણ કર્યું નથી જેના કારણે કોન્ટ્રાક્ટર દ્વારા ગોબાચારી આચરવામાં આવી હોવાના આક્ષેપ કરાયા છે.ત્યારે આ ખાતમુહૂર્ત કરનાર નેતાઓએ તકલાદી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવી સબક શીખવાડવા સાથે બંને માર્ગોની કામગીરીમાં તપાસ બેસાડવા સહિત પેચવર્કની કામગીરી નહીં કરવામાં આવે તો રોજ ચક્કજામ અને કચેરીઓની તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.
Read the Next Article

અંકલેશ્વર: કાપોદ્રામાં કલર કોન્ટ્રાકટરનો અગમ્ય કારણોસર આપઘાત, GIDC પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામે આવેલ અયોધ્યાપુરમ ટાઉનશીપમાં 21 વર્ષીય પ્રવીણ પટેલ રહેતા હતા. કલર કોન્ટ્રાકટર તરીકે કામ કરતા યુવાનને ગળેફાંસો ખાધેલી હાલતમાં

New Update
suiside

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામે આવેલ અયોધ્યાપુરમ ટાઉનશીપમાં 21 વર્ષીય પ્રવીણ પટેલ રહેતા હતા.

કલર કોન્ટ્રાકટર તરીકે કામ કરતા યુવાનને ગળેફાંસો ખાધેલી હાલતમાં જોતા પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી યુવાનના મૃતદેહને નીચે ઉતારી પોર્સ્ટમોર્ટમ અર્થે મોકલો હતો. યુવાને ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.