New Update
ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું નિવેદન
રોડના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ
ડામરની જગ્યાએ ઓઇલ વપરાય છે: વસાવા
સરકારી નાંણાનો દૂરઉપયોગ થતો હોવાના આક્ષેપ
સાંસદના જ નિવેદનથી ખળભળાટ
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જિલ્લામાં માર્ગોના નવીનીકરણના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરાતો હોવાનું નિવેદન આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે
ભરૂચ જિલ્લામાં મનરેગા પછી હવે અન્ય સરકારી કામોમાં પણ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાંસદ મનસુખ વસાવાએ લગાવ્યા છે. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે લાખો રૂપિયાના રસ્તાના કામમાં ડામરના સ્થાને ઓઇલનો ઉપયોગ કરીને રોડ બનાવાયો છે.સાંસદ વસાવાએ જણાવ્યું કે તેમની સ્થળ તપાસ દરમિયાન કોન્ટ્રાકટરે આ બાબત કબૂલ કરી હતી. તેમણે વધુમાં ઉમેર્યું કે ઝઘડિયા અને નેત્રંગ તાલુકામાં પણ અનેક સરકારી કામોમાં ભ્રષ્ટાચાર થયો છે.તેઓએ આક્ષેપ કર્યા હતા કે તકનિકી જ્ઞાન વગરના લોકો કોન્ટ્રાકટર બની ગયા છે, જેના કારણે સરકારી કામોમાં ગુણવત્તાનો અભાવ જોવા મળે છે.તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ સરકારના વિરોધી નથી, પરંતુ સરકારના નાણાંનો દુરુપયોગ કરનારના વિરોધી છે.
હાલ આ સમગ્ર મામલે કોઈ સત્તાવાર તપાસના આદેશો કરવામાં આવ્યા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ નેત્રંગ અને ઝઘડિયામાં માર્ગના કામમાં બેદરકારીના આક્ષેપ સાથે મનસુખ વસાવાએ કોન્ટ્રાકટર અને અધિકારીઓને જાહેરમાં તતડાવ્યા હતા
Latest Stories





































