ભરૂચ: આમોદમાં ખુલ્લી ગટરમાં ગાય ખાબકી, નગરપાલિકાની બેદરકારી સામે આવી

ભરૂચના આમોદ નગર પાલિકાની ઘોર બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ખુલ્લી ગટરને કારણે એક ગૌમાતા ગટરમાં ખાબકતા નગરજનોમાં પાલિકાના શાસકો સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. 

New Update
gay

ભરૂચના આમોદ નગર પાલિકાની ઘોર બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ખુલ્લી ગટરને કારણે એક ગૌમાતા ગટરમાં ખાબકતા નગરજનોમાં પાલિકાના શાસકો સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. 

આમોદના બહુચરાજી મંદિર વિસ્તાર પાસે એક ગાય ફરતી હતી.આસપાસની ગંદકી અને લાંબા સમયથી ખુલ્લી રહેલી ગટરને કારણે ગાય અચાનક ગટરમાં પડી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક રહીશો તેમજ પશુપાલકો અને રબારી સમાજના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.આ મામલે પાલિકા તંત્રને જાણ કરવામાં આવતા પાલિકા દ્વારા જેસીબીની મદદ લેવામાં આવી હતી.સ્થાનિકો અને પશુપાલકોના સાથ સહકારથી ગાયને દોરડું બાંધી ભારે જહેમત બાદ હેમખેમ સુરક્ષિત રીતે ગટરમાંથી બહાર કાઢવામાં આવી હતી.
Latest Stories