New Update
/connect-gujarat/media/media_files/2025/03/28/FEbaOMEQaxkvDsAYvMK3.jpg)
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.એ.તુવરની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે - નબીપુર પોલીસ મથકમાં ચોરીના ગુનામાં રેશપાલસિંહ નાથાસિંહ સિંગ વોંટેડ છે અને હાલ તે સુરેંદ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પાસે આવેલ હોટેલ રામદેવના ખાતે રોકાયેલ છે જે મુજબની બાતમીના આધારે આરોપીને ઝડપી પાડવા એલ.સી.બી.ની ટીમને તાત્કાલિક ધ્રાંગધ્રા ખાતે મોકલી આપતા તપાસમાં ગયેલ ટીમે આરોપીને ધ્રાંગધ્રા પાસે આવેલ હોટેલ રામદેવ હોટેલ પાસેથી ઝડપી પાડી તેની પુછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેને નબીપુર પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.આરોપી છેલ્લા 3 વર્ષથી ફરાર હતો જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
Latest Stories