ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે હાંસોટમાંથી રૂ.1.73 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, બુટલેગર વોન્ટેડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ હાંસોટ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે હાંસોટના અબ્દુલ રજ્જાક રફીક કાનુંગાએ  વિદેશી દારૂનો જથ્થો

New Update
Screenshot_2025-05-07-07-43-10-08_439a3fec0400f8974d35eed09a31f914
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ હાંસોટ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે હાંસોટના અબ્દુલ રજ્જાક રફીક કાનુંગાએ 
વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા માટે મોટા બજારમાં આવેલ હાફીઝ ઇલેક્ટ્રીકલ્સ નામની દુકાન સામે આવેલ પડતર ખંડેર જેવી દુકાનમા બીજા માળે સંતાડી રાખ્યો છે.
જે  બાતમીના આધારે દરોડા પાડતા દુકાનમાંથી  વિદેશી દારૂની બોટલ/ટીન નંગ- ૮૧૯ કિ.રૂ. ૧,૭૩,૩૪૦/- નો મુદ્દામાલ ઝડપી પાડી અબ્દુલ રજ્જાક રફીક કાનુંગા રહે, હાંસોટ તા. હાંસોટ જી.ભરૂચને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.આ અંગેની વધુ તપાસ હાંસોટ પોલીસ ચલાવી રહી છે
Advertisment
Advertisment
Latest Stories