New Update
/connect-gujarat/media/media_files/2025/10/17/crockshas-2025-10-17-16-35-48.jpeg)
ભરૂચના આમોદ તાલુકાના મંજુલા ગામમાં ગત રાત્રિ દરમિયાન મગર પાંજરે પુરાતા ગ્રામજનોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો.
મંજુલા ગામની આસપાસ છેલ્લા કેટલાક દિવસોથી મગર દેખાતો હોવાથી લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું. આ અંગેની જાણ થતાં જ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશભાઈને માહિતી મળતાં વન વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.વન વિભાગ દ્વારા ગામના તળાવ પાસે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં રાત્રિના સમયે મગર ઝડપાયો હતો. મગર પકડાતા વન વિભાગના કર્મચારીઓએ તેને સુરક્ષિત રીતે તળાવમાંથી બહાર કાઢ્યો હતો.મગર પકડાતા તંત્ર તેમજ ગામલોકો બંનેએ હાશકારો અનુભવ્યો હતો.
Latest Stories