New Update
/connect-gujarat/media/media_files/2024/12/14/VmcFtgGuyWnSsPGzo2vF.jpg)
ભરૂચ પોલીસ હેડ કવાટર્સના કોન્સ્ટેબલને KYC અપડેટના નામે સાયબર માફિયાઓએ શિકાર બનાવી ₹5.99 લાખનો ચૂનો ચોપડ્યો છે. ભરૂચના ઓસારા ગામે પટેલ ફળીયામાં રહેતા યોગેશભાઈ ઠાકોર પોલીસ હેડ કવાટર્સમાં 17 વર્ષથી આર્મ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ગત 29 નવેમ્બરે તેઓ ઘરે હતા ત્યારે તેમના મોબાઈલ પર એક્સિસ બેંકના કર્મચારી બોલું છું તેઓ હિંદી ભાષીનો કોલ આવ્યો હતો.તેઓનું એક્સિસ બેંકમાં સેલેરી એકાઉન્ટ હોય અને KYC અપડેટ નહિ કરો તો એકાઉન્ટ બંધ થઈ જશે. ફરીથી ચાલુ કરાવવા 1600 રૂપિયા ચાર્જ લાગશે તેમ જણાવાયું હતું.
રાહુલ નામની વ્યક્તિ હિન્દીમાં જણાવતા કોન્સ્ટેબલને એક્ષીસ બેંકના કર્મચારીનો જ ફોન આવેલ છે તેમ માની KYC અપડેટ કરવાની તૈયારી બતાવી હતી. જે બાદ વોટ્સએપ નંબરથી લિંક મોકલતા પોલીસ કર્મીએ પોતાના આધાર, પાન સાથે ડેબિટ કાર્ડની ડિટેઇલ આપી હતી. જે બાદ વિડીયો કોલિંગ આવતા તેમાં બેંક પાસબુક અને ઇમેઈલ આઈડી માંગતા કોન્સ્ટેબલ યોગેશભાઈને શંકા ગઈ હતી. કોલ કાપી તમામ નંબરો બ્લોક કરી તેઓ ઘરેથી કોલેજ રોડ પર આવેલ એક્સિસ બેંકની બ્રાન્ચ પર પોહચ્યા હતા.
જ્યાં તેઓને બેંક દ્વારા કોઈ કોલ ન કરાયો હોવાની હકીકત જાણવા મળી હતી. બેંક એકાઉન્ટ ચેક કરતા તેમની પર્સનલ લૉન પર રૂપિયા 7.38 લાખની ટોપ અપ લૉન લેવાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું.ટોપ અપ લોનના જમા થયેલા નાણાં પૈકી ભેજાબાજો દ્વારા ₹5.99 લાખ 7 અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવાયા હતા. પોતે સાયબર ક્રાઇમનો ભોગ બનતા અંગે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
Latest Stories