New Update
-
ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
-
દલિત સંગઠનો દ્વારા કરવામાં આવી રજુઆત
-
ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની કરાય માંગ
-
ડો.બાબા સાહેબ આંબેડકર અંગે કરી હતી ટિપ્પણી
-
વિવિધ સંસ્થાના આગેવાનો જોડાયા
ડૉ.બાબાસાહેબ આંબેડકર અંગે વાંધાજનક ટિપ્પણી કરનાર ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાંની માંગ સાથે ઇન્સાફ સહીત દલિત સંગઠનોએ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે ઇન્સાફ સંગઠનના મોહન પરમાર,બેચર રાઠોડ સહિતના દલિત સંગઠનના આગેવાનો દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિને સંબોધીને એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભારતના રાષ્ટ્ર નિર્માતા, વિશ્વના જ્ઞાનના પ્રતિક એવા ડૉ.બાબાસાહેબ આંબેડકરનું સંસદમાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વાંધાજનક ટિપ્પણી કરતા દલિત સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે ત્યારે બાબા સાહેબ આંબેડકર અંગે વાંધાજનક ટીપ્પણી કરનાર ગૃહમંત્રીના રાજીનામાં સહીતની માંગણીઓ કરવામાં આવી છે
Latest Stories