આજે રામનવમીના પર્વની ઉજવણી
ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો યોજાયા
હાંસોટના ઇલાવ ગામે આયોજન
હવન અને મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો
શોભાયાત્રામાં મોટી સંખ્યમાં ગ્રામજનો જોડાયા
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રના પ્રાગટ્ય દિવસ એટલે કે રામનવમીની ઠેર ઠેર ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે હાંસોટ તાલુકાના ઇલાવ ગામ ખાતે પણ રામનવમીના પર્વની ઉજવણી કરાઈ હતગામના રામજી મંદિર ખાતે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાસ્ત્રોકતવિધિ અનુસાર ભગવાન રામનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું જેમાં શ્રીફળ હોમવાનો અને મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા આ બાદ ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડી.જે.ના તાલે ગ્રામજનો ઝુમી ઉઠ્યા હતા સાથે જ ભંડારા સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા.ઇલાવ ગામે પ્રતિ વર્ષ રામનવમીના પર્વની અતિ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે.