New Update
અંકલેશ્વરનો ચકચારી બનાવ
નર્મદા નદી કિનારે આવેલ અંબાગિરી આશ્રમમાં લૂંટ
સેવકને માર મારી સોનાની વીંટી-રોકડ રકમની લૂંટ
બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ
લાકડા ન કાપવા દેવાની રીસ રાખી લૂંટ ચલાવાય
અંકલેશ્વરમાં નર્મદા કિનારે નર્મદા મૈયા બ્રિજ પાસે આવેલ અંબાગીરી આશ્રમમાં 4 ઈસમોએ ઉત્પાત મચાવ્યો હતો.લાકડા કાપતા અટકાવતા આશ્રમના સેવકને માર મારી સોનાની વીંટી અને રોકડા રૂ. 30 હજારની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વર નજીક નર્મદા કિનારે નર્મદામૈયા બ્રિજ પાસે આવેલ અંબાગીરી આશ્રમમાં વિજય તિવારી અને તેનો મોટો ભાઈ અજય તિવારી સેવક તરીકે રહે છે. થોડા દિવસ પૂર્વે વિજય તિવારીએ અંદાડા ગામના કાલુ નામનો ઈસમ આશ્રમ નજીક લાકડા કાપવા આવ્યો હતો જેને જે તે વખતે અટકાવ્યો હતો. જેની રીસ રાખી કાલુ, સોનુ, ગોલુ અને અન્ય એક ઈસમ રાત્રીના આવ્યા હતા અને લાકડા ન કાપવા દેવાની રીસ રાખી વિજય તિવારીને માર મારી ચપ્પુની અણીએ હાથમાં પહેરેલી સોનાની વીટી કાઢી લીધી હતી તેમજ આંબાગીરી આશ્રમના માતાજી દ્વારા સાચવવા આપેલ રોકડ રૂપિયા 30 હજારની લૂંટ ચલાવી હતી.આ સાથે જ તેમના ભાઈ અજય તિવારીને પર મારમારી ફરાર થઈ ગયા હતા.ઘટના અંગે સારવાર લીધા બાદ અંતે બી ડિવિઝન પોલીસ મથકે વિજય તિવારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે લૂંટ અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories