અંકલેશ્વર-ભરૂચ વચ્ચેના માર્ગ પર તંત્રએ ડિસ્કો લાઈટ લગાવી ? સ્ટ્રીટ લાઈટમાં ખામી સર્જાતા વાહનચાલકોને મુશ્કેલી

અંકલેશ્વરથી ભરૂચને જોડતા જુના નેશનલ હાઇવે નંબર 48ના માર્ગ પર તંત્ર દ્વારા સ્ટ્રીટ લાઈટ લગાવવામાં આવી છે પરંતુ સમયાંતરે આ સ્ટ્રીટ લાઇટમાં ખામી સર્જાય છે.

New Update
MixCollage-11-Jun-2025-09-33-AM-984

અંકલેશ્વરથી ભરૂચને જોડતા જુના નેશનલ હાઇવે નંબર 48ના માર્ગ પર તંત્ર દ્વારા સ્ટ્રીટ લાઈટ લગાવવામાં આવી છે પરંતુ સમયાંતરે આ સ્ટ્રીટ લાઇટમાં ખામી સર્જાય છે.

ત્યારે ફરી એકવાર આ સ્ટ્રીટ લાઇટ નહીં પરંતુ ડિસ્કો લાઈટ હોવાના દ્રશ્યો સામે આવ્યા છેમ સ્ટ્રીટ લાઇટમાં ખામી સર્જાતા ડાન્સિંગ લાઈટ લગાડવામાં આવી હોવાનો દ્રશ્યો જોવા મળ્યા હતા

જેના કારણે વાહન ચાલકોએ વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. વર્ષ 2021ના જુલાઈ મહિનામાં નર્મદા મૈયાબ્રિજનું લોકાર્પણ થયું ત્યારથી જ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભરૂચ અંકલેશ્વર વચ્ચેના માર્ગ પર લગાવવામાં આવી હતી પરંતુ સમયાંતરે તેનું વ્યવસ્થિત મેન્ટેનન્સ ન કરાતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને અનેક વખત આ લાઈટો બંધ હાલતમાં પણ જોવા મળે છે ત્યારે વહેલી તકે લાઇટના સમારકામની કામગીરી કરવામાં આવે તેવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે.

Latest Stories