જિલ્લા કોંગ્રેસે પાઠવ્યું આવેદનપત્ર
જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
SIRની મેપિંગ નોટિસ મુદ્દે ઉઠાવ્યો પ્રશ્ન
મેપિંગ થયેલ મતદારોને પાઠવી છે નોટિસ
વયોવૃદ્ધ,બીમાર અને વિકલાંગ મતદારોને હાલાકી
ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા SIRની મેપિંગ નોટિસ મુદ્દે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે,અને મતદારોને પડી રહેલી હાલાકી દૂર કરવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ભરૂચ SIRની મેપિંગ અને લોજિસ્ટિક મતદારોને અપાતી નોટિસ બાબતે ઉભી થયેલી મુશ્કેલીઓ અંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કોંગ્રેસે રજૂઆતમાં જણાવ્યું હતું કે મેપિંગ થયેલ અને ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છતાં અનેક મતદારોને નોટિસ આપવામાં આવી રહી છે, જેના કારણે વયોવૃદ્ધ, બીમાર અને વિકલાંગ મતદારોને ભારે હાલાકી પડી રહી છે.
જિલ્લા કોંગ્રેસે માંગ કરી હતી કે જેમણે બીએલઓ પાસે ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છે તેમને નોટિસમાંથી મુક્તિ આપવામાં આવે અને બાકી પ્રક્રિયા મતદાન મથક પર બીએલઓ દ્વારા સરળ રીતે પૂર્ણ કરવામાં આવે, જેથી કોઈ મતદાર મતાધિકારથી વંચિત ન રહે.આ આવેદનપત્ર ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાના અધ્યક્ષસ્થાને આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, મહિલા જિલ્લા પ્રમુખ જ્યોતિ તડવી, પાલિકાના વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ સહિત કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.