New Update
-
દેશમાં 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી
-
ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો યોજાયા
-
ભરૂચ શહેરમાં ધ્વજવંદનના કાર્યક્રમોનું આયોજન
-
રાષ્ટ્રધ્વજને સલામી અપાય
-
લોકો ઉત્સાહભેર જોડાયા
આજરોજ દેશના 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચ શહેર અને જિલ્લાની વિવિધ સંસ્થાઓ અને સરકારી કચેરીઓમાં પણ ધ્વજવંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
મને મારી માતૃભૂમિનું અભિમાન,આઝાદી તારા ચરણોમાં શત શત નમન, આ ઉક્તિ અનુસાર ભરૂચ જિલ્લો પણ આજે દેશભક્તિના રંગે રંગાયો હતો. ભરૂચ શહેર અને જિલ્લાની વિવિધ સંસ્થાઓ અને સરકારી કચેરી તેમજ શાળા કોલેજમાં ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા જેમાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા અને દેશની આન,બાન,શાન સમાન તિરંગાને સલામી આપવામાં આવી હતી.આ પ્રસંગે શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરી હતી
Latest Stories