ભરૂચ : કેળવણીકાર ઉમાકાન્ત રાજ્યગુરુએ કુંવરબાઇનું મામેરું કાર્યક્રમમાં શ્રોતાઓને અમૃતપાન કરાવ્યુ

ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે માતૃભાષા સંવર્ધન અને સંરક્ષણના ભાગરૂપે કુંવરબાઇનું મામેરું કાર્યક્રમ યોજાયો હતો.

author-image
By Connect Gujarat
New Update

ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે માતૃભાષા સંવર્ધન અને સંરક્ષણના ભાગરૂપે કુંવરબાઇનું મામેરું કાર્યક્રમ યોજાયો હતો.

સ્વ. સ્ક્વોડ્રન લીડર એચ.એન.ત્રિવેદીની સ્મૃતિમાં માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન ગાંધીનગરજિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તથા નારાયણ વિદ્યાવિહારભરૂચના સંયુક્ત ઉપક્રમે ભરૂચના શક્તિનાથ વિસ્તાર સ્થિત પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે જાણીતા કેળવણીકાર ઉમાકાન્ત રાજ્યગુરુએ કુંવરબાઈનું મામેરું કાર્યક્રમ અંતર્ગત વર્ષાઋતુમાં સાહિત્ય રસને છલકાવતા પોતાની આગવી માણશૈલીમાં શ્રોતાગણોને અમૃતપાન કરાવ્યુ હતું. માતૃભાષાની અસ્મિતા ઉજાગર કરતા આ કાર્યક્રમમાં ભાવનગર-તળાજાના વતની ઉમાકાંત રાજ્યગુરૂ કેજેઓ ગુજરાતી સાહિત્યનું આભુષણ છે.

એટલુ જ નહીએક રત્ન તરીકે તેઓને ગણાવી શકાયજેઓએ મધ્યકાલીન સાહિત્યનું અનમોલ અને અપૂર્વ સાહિત્ય સ્વરૂપ આખ્યાન કાવ્ય રચ્યું છે. આ કથા કાવ્યનું કુંવરબાઈનું મામેરૂ માણને સથવારે જીવંત કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા. માતૃભાષાની અસ્મિતા ઉજાગર કરતા અનોખા કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશીજિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલપ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી સચીન શાહભરૂચ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન ભરૂચ જિલ્લા સંયોજક ડો. મહેશ ઠાકર સહિત અન્ય અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: આમોદની સમાચોકડી નજીક ટ્રકે બાઇકને ટક્કર મારતા અકસ્માત, બાઈક સવાર મહિલાને ગંભીર ઇજા

આમોદ નજીક હોટલ સમા ચાર રસ્તા પાસે બાઈક અને ટ્રક વચ્ચે અથડામણ સર્જાઈ હતી.બાઈક પર એક બાળક સહિત ત્રણ વ્યક્તિઓ સવાર હતા જેમાં એક મહિલાને ગંભીર ઇજા પહોંચી

New Update
amod accident
ભરૂચના દહેજથી જંબુસર તાલુકાના થણાવા ગામે જતો પરિવાર ગંભીર અકસ્માતનો શિકાર બન્યો હતો, જયા આમોદ નજીક હોટલ સમા ચાર રસ્તા પાસે બાઈક અને ટ્રક વચ્ચે અથડામણ સર્જાઈ હતી.બાઈક પર એક બાળક સહિત ત્રણ વ્યક્તિઓ સવાર હતા. ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા પાછળ બેઠેલ મહિલા ભીખીબહેન ગોહિલના પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.