New Update
ભરૂચના વાગરા તાલુકામાં આવેલુ છે ગામ
જાગેશ્વર ગામના ગ્રામજનોના પ્રશ્નો
જમીન સંપાદન બાદ રોજગારીનો પ્રશ્ન
કલેકટરને પાઠવાયું આવેદનપત્ર
પ્રશ્નના નિરાકરણની કરાય માંગ
ભરૂચના વાગરા તાલુકાના જાગેશ્વરના ખેડૂતોએ નોકરી અને બાકી પગાર મુદ્દે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી પ્રશ્નના નિરાકરણની માંગ કરી હતી
ભરૂચના વાગરા તાલુકાના જાગેશ્વર ગામના ખેડૂતો નોકરી અને બાકી પગારની માંગ સાથે ભરૂચ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ખેડૂતો અને લેન્ડકુઝરોનો આક્ષેપ છે કે વર્ષ 1993થી તબક્કાવાર જી.આઈ.ડી.સી. દ્વારા ફાળવાયેલી તેમની ખેતીની જમીન માત્ર 1 લાખ રૂપિયા પ્રતિ એકરના ભાવેથી સંપાદિત કરવામાં આવી હતી. તે સમયે ખેડૂતોને વચન આપવામાં આવ્યું હતું કે પરિવારના એક સભ્યને નોકરી આપવામાં આવશે.જમીનનો મોટો ભાગ એ.બી.જી. શિપયાર્ડ કંપનીને ફાળવાયો હતો, જ્યાં સ્થાનિકોને નોકરી આપવામાં આવી હતી. જોકે, કંપની બંધ થયા બાદ છેલ્લા 37 મહિનાથી ખેડૂતોને ન નોકરી મળી છે અને ન બાકી પગાર ચુકવાયો છે. ત્યારબાદ વેલસ્પન કંપનીએ જમીન કવર કરી હોવા છતાં કોઇ સમાધાન ન મળ્યું. હવે નવી કંપની નૌયાન શિપયાર્ડ પ્રાઈવેટ લિમિટેડ જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 84 ટકા હિસ્સો છે તેના મેનેજમેન્ટ તરફથી પણ સ્થાનિકોના પ્રશ્નનો કોઈ ઉકેલ લાવવામાં આવતો ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામા આવી છે
Latest Stories