ભરૂચ:કલેકટર કચેરી ખાતે આંગણવાડી બહેનોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

આંગણવાડી કાર્યકર બહેનો ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે એકત્ર થઈ ભારે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.અને સમગ્ર સંકુલ ગજવી મુક્યું

New Update
Advertisment
  • ભરૂચ કલેકટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન

  • આંગણવાડીની બહેનોએ કર્યો સૂત્રોચ્ચાર  

  • જિલ્લા કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર 

  • લઘુતમ વેતન અંગે યોગ્ય નિર્ણય કરવા કરાય રજૂઆત 

  • બહેનોએ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી        

Advertisment

ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રમુખ રાગીણી પરમારની આગેવાની હેઠળ આંગણવાડી કાર્યકર બહેનો ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે એકત્ર થઈ ભારે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.અને સમગ્ર સંકુલ ગજવી મુક્યું હતું.આંગણવાડી કાર્યકર બહેનો અને હેલ્પર બહેનો દ્વારા મહિલા અને બાળ વિકાસ મંત્રીને સંબોઘીને આવેદનપત્ર જિલ્લા કલેકટરને પાઠવી રજુઆત કરી હતી.

આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ તેમજ ગુજરાત હાઈકોર્ટના  ના ચુકાદાનો અમલ કરવા તથા આંગણવાડી વર્કર- હેલ્પરને વર્ગ-૩ અને વર્ગ-૪નાં નોકરીયાતો પાર્ટ ટાઇમ વર્કર નહિ પણ રેગ્યુલર વર્કર હોવાનું ઠરાવેલ છે.ત્યારે તેમને ચુકવાતા લઘુતમ વેતન અંગે નિર્ણય કરવા બાબતે રજૂઆત કરી આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

Latest Stories