New Update
/connect-gujarat/media/media_files/2025/12/01/screenshot_2025-12-01-10-27-28-33_92460851df6f172a4592fca41cc2d2e6-2025-12-01-10-52-08.jpg)
ભરૂચના વાલિયા ગામના મુખ્ય બજારમાં બસ સ્ટેન્ડ પાછળ આવેલ સાયકલની દુકાનની બાજુમાં રહેલ ભંગારમાં ફટાકડાના તણખા બાદ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચના વાલિયા ગામમાં લગ્નના વરઘોડા દરમિયાન ફટાકડા ફૂટ્યા બાદ આગની ઘટના સામે આવી હતી.વાલિયા બસ સ્ટેન્ડ પાછળથી લગ્નના વરઘોડા દરમિયાન ફટાકડા ફૂટતા જ ઉઠેલ તણખાને પગલે સાઈકલની દુકાનની બાજુમાં રહેલ જુના ટાયર અને ત્યાં રહેલા કચરામાં ભભૂકી ઉઠી હતી.આગની ઘટનાને પગલે દોડધામ મચી જવા પામી હતી. જો કે સ્થાનિકોએ ગ્રામ પંચાયત અને ફાયર વિભાગમાં જાણ કરતા પ્રથમ ગ્રામ પંચાયતના પાણીના ટેન્કર ત્યારબાદ પહોંચેલા ફાયર ટેન્ડર દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો.આગની ઘટનામાં કોઈને પણ જાનહાની નહીં થતા સૌ કોઈએ રાહતની શ્વાસ લીધો હતો.
Latest Stories