New Update
-
ભરૂચના પશ્ચિમ વિસ્તારનો બનાવ
-
ભઠીયારવાડ વિસ્તારમાં લાગી આગ
-
2 માળના મકાનમાં આગ લાગતા દોડધામ
-
આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
-
ફાયર વિભાગે આગ ઓર કાબુ મેળવ્યો
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ભઠિયાર વાડમાં બે માળના મકાનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતીમફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
ભરૂચમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવતા દોડધામ મચી જવા પામી હતી.ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ભઠિયાડ વિસ્તારમાં બે માળના મકાનમાં આગ લાગી હતી.આગે જોતજોતામાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.આગ લગતા આજુબાજુ સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.બનાવની જાણ કરાતા ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો જીએનએફસીના ફાયદા ફાયટરની પણ મદદ લેવામાં આવી હતી.લગભગ બે કલાકની જહેમત બાદ 4 ફાયર ટેન્ડરો દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો.મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ સાંકડી ગલીઓના કારણે ફાયર વિભાગને ઘટના સ્થળ સુધી પહોંચવામાં મુશ્કેલી ઊભી થઈ હતી.
Latest Stories