ભરૂચ : નર્મદા નદીના કિનારે વસેલા તવરા ગામના રહીશોના મીઠા પાણી માટે વલખા,પાંચ જેટલી પાણીની ટાંકીઓ બની શોભામય

ભરૂચ નર્મદા નદી કિનારે વસેલા તવરા ગામમાં હાલ તો પીવાના મીઠા પાણીની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે.ગામમાં પાંચ જેટલી મીઠા પાણીની ટાંકીઓ બનાવી દેવામાં આવી છે,

New Update
  • તવરા ગામ મીઠા પાણીની સુવિધાથી વંચિત

  • નર્મદા નદીના કિનારે વસેલું છે આ ગામ

  • પાંચ જેટલી પાણીની ટાંકી બની શોભામય

  • ગ્રામજનો બહારથી પાણી ખરીદવા બન્યા મજબૂર

  • ગ્રામજનો કરી રહ્યા છે માળખાગત સુવિધાની માંગ  

ભરૂચ નર્મદા નદીના કિનારે વસેલુ તવરા ગામના ગ્રામજનો મીઠા પાણી માટે વલખા મારી રહ્યા છે.ગામમાં પાંચ જેટલી મીઠાના પાણી માટે ટાંકી પણ બનાવવામાં આવી છે,પરંતુ આ ટાંકીઓ શોભામય બની ગઈ હોવાની લાગણી ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે.

ભરૂચ નર્મદા નદી કિનારે વસેલા તવરા ગામમાં હાલ તો પીવાના મીઠા પાણીની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે.ગામમાં પાંચ જેટલી મીઠા પાણીની ટાંકીઓ બનાવી દેવામાં આવી છે,પરંતુ હજી સુધી ગામમાં મીઠું પાણી મળ્યું નથી.વધુમાં એક ટાંકીનું તો ઉદ્ઘાટન જ કરવામાં નથી આવ્યુ અને હાલ ગામના લોકોને પ્લાસ્ટિકના કેરબા અને માટલા લઈને અન્ય સ્થળો પર પાણી ભરવા જવું પડે છે,અથવા તો આરોનું પાણી મંગાવવું પડતું હોવાનું જાણવા મળ્યું છે.

તવરા ગામમાં ઉભરાતી ગટરો તથા મુખ્ય માર્ગ ઉપર ગંદકીના સામ્રાજ્ય અને ગ્રામ  પંચાયતમાં લાખો રૂપિયાના સાધનો પડી રહ્યા છે.તેમ છતાં પણ ગ્રામ પંચાયતના સાધનોનો ટ્રેક્ટર ટ્રેલરનો ઉપયોગ પણ કરવામાં આવતો નહોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. વધુમાં ગામમાં આરોગ્ય કેન્દ્ર તો છે જ પણ આરોગ્ય કેન્દ્ર પર જોઈએ એ દવાઓ પણ મળતી નહોવાની ફરિયાદ ગ્રામજનો કરી રહ્યા છે. 

તવરા ગ્રામ પંચાયતમાં હાલ 5150 મતદારો નવા સરપંચનું ભવિષ્ય નક્કી કરશે.જેમાં પુરુષ 2603  અને સ્ત્રી 2547 આમ કુલ 5150 મતદારો તેઓનો  મતનો ઉપયોગ કરી મતદાન કરશે જેમાં ગત 2018માં યોજાયેલી ગામ પંચાયતની  ચૂંટણીમાં 3838 મતદારોએ મતદાન કરી ગ્રામ પંચાયતના સરપંચનું ભવિષ્ય નક્કી કર્યું હતું.જેમાં ગત વર્ષ કરતાં આ વર્ષે માત્ર સાત વર્ષમાં જ 1312 મતનો વધારો થયો છે. ત્યારે આવનાર દિવસોમાં તવરા ગામ પંચાયતના મતદારો તવરા ગ્રામ પંચાયતની માળખાકિય સુવિધાઓ સુવિધા મળી રહે તેવી માંગ પણ ગ્રામજનો કરી રહ્યા છે.

Latest Stories