-
ડમલાઈ ગામમાં ખનીજ ચોરી સામે આક્રોશ
-
સાંસદ દ્વારા સોશિયલ મીડિયામાં કરાઈ હતી પોસ્ટ
-
ખનીજ ચોરીનો મામલો વધુ ગરમાયો
-
મહેશ વસાવાએ ખનીજ ચોરી સામે રોષ વ્યક્ત કર્યો
-
પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ જનતા રેડની ઉચ્ચારી ચીમકી
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ડમલાઈ ગામે ખનીજ ચોરીની ફરિયાદો ઉઠી છે,જે અંગે સાંસદ મનસુખ વસાવા દ્વારા પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો,ત્યારે પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા સાંસદ મનસુખ વસાવાની આગેવાનીમાં ખનીજ ચોરી પર જનતા રેડ કરશે તેવી ચીમકી ઉચ્ચારતા મામલો ગરમાયો છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પડવાણીયા ગ્રુપ ગ્રામ પંચાયતના ડમલાઇ ગામે ખનીજ ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું હોવાનું સાંસદ મનસુખ વસાવાએ પોતાના સોશિયલ મીડિયામાં લખ્યા બાદ માહોલ ગરમાયો છે,પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ જણાવ્યું હતું કે અમે સાંસદ મનસુખ વસાવાને જાણ કરી હતી અને તેઓ દ્વારા આ વાતને ઉજાગર કરવામાં આવી છે.મહેશ વસાવાએ પ્રાંત અધિકારી અને ભૂસ્તર વિભાગ પર પણ ગંભીર આક્ષેપ કર્યા હતા.વધુમાં પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ જણાવ્યું હતું કે સાંસદ મનસુખ વસાવાને સાથે રાખી આવતીકાલે સવારે 11:00 વાગે રાજપારડી ભેગા થઈ અમે ડમલાઇ ગામે જઈશું અને ખનીજ ચોરી થાય છે તે સ્થળ પર જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.