ભરૂચ: દહેજ નજીક GFL કંપનીની બસને નડ્યો અકસ્માત, ટેમ્પો સાથે બસ ભટકાતા કર્મચારીઓને ઇજા

ભરૂચના દહેજમાં આવેલી GFL 1 કંપનીમાંથી રાવ ટ્રાવેલ્સની લકઝરી બસ સેકન્ડ શીપના કામદારોને પરત ભરૂચ આવી રહી હતી.

New Update
gfls cs

ભરૂચના દહેજ સેઝ 1 ઉપર કામદારોને લઈ આવતી GFL 1 કંપની બસને ગતરોજ રાત્રિના અકસ્માત નડ્યો હતો.જેમાં સામેથી આવતા આઇસર ટેમ્પો ચાલકે  સ્ટેરીંગનો કાબુ ગુમાવી ડીવાઈડર કુદાવી બસ સાથે અથાડી દેતા અકસ્માત થયો હતો.જેમાં બસમાં સવાર કામદારોને નાની મોટી ઈજાઓ થતા સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ભરૂચના દહેજમાં આવેલી GFL 1 કંપનીમાંથી રાવ ટ્રાવેલ્સની લકઝરી બસ સેકન્ડ શીપના કામદારોને પરત ભરૂચ આવી રહી હતી. તે સમયે રાત્રિના અંદાજીત 12 વાગ્યાના અરસામાં સેઝ 1 ચોકડી પાસે સામેથી આવી રહેલા એક આઇસર ટેમ્પો ચાલકે પોતાના વાહનનો સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા તે ડીવાઈડર કુદાવી સામે આવી રહેલી GFL 1ની લક્ઝરી બસ સાથે ધડાકાભેર અથડાયા હતો.આ સમયે બસમાં સવાર કામદારોની ચીસો નીકળી ગઇ હતી.બંને વાહનો રોડની સાઈડમાં ઉતરી ગયા હતા.આ અકસ્માતમાં બસમાં સવાર કામદારોને નાની મોટી ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત થતા જ ત્યાંથી પસાર થતી અન્ય કંપનીની બસના કામદારો ઇજાગ્રસ્તની મદદે દોડી આવ્યા હતા.આ અંગે સ્થાનિક પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધવાની ક્વાયત હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories